દરરોજ સાંજે 04થી 05 વાગ્યા સુધી વિતરિત થશે : મોરબી : હાલ વાઇરલ ઇન્ફેક્શનનું પ્રમાણ વધુ ફેલાયું હોય રાધેશ્યામ યુવાગ્રુપ દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. શરદી ખાંસીના દર્દીઓએ તેમજ મોટી ઉંમરના લોકોને સાવચેતી રાખવાનું આરોગ્ય વિભાગ જણાવી રહ્યો છે. ત્યારે રાધેશ્યામ યુવાગ્રુપ દ્વારા આયુર્વેદિક ઉકાળા વિતરણ ચાલુ કરવામાં આવ્યું છે. મોરબીના નાની બજાર રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિરના ચોકમાં દરરોજ સાંજે 04થી 05 વાગ્યા સુધી દેશી આયુર્વેદિક ઉકાળો વિતરણ કરાઈ રહ્યો છે. સ્થાનિકોને તેનો લાભ લેવા ગ્રુપના સભ્યોએ જાહેર અનુરોધ કર્યો છે.