મોરબી : વાધરવા સ્થિત શ્રી દરિયાલાલ મંદિર ખાતે તારીખ ૨૫-૩-૨૦૨૦ ચૈત્રી બીજ બુધવારના રોજ યોજાનાર શ્રી દરિયાદેવ પ્રાગટ્ય મહોત્સવ નોવેલ કોરોના વાઈરસના એલર્ટના પગલે મોકુફ રાખેલ છે. સંસ્થાના અગ્રણી ચંદ્રવદનભાઈ પુજારાએ દરેક ભક્તોને આની નોંધ લેવા એક યાદીમા જણાવ્યુ છે.