હોટલ 'શિવ વિત્સ કામત'માં વૈશ્વિક કલ્યાણ માટે મૃત્યુંજયનું અનુષ્ઠાન કરાયું મોરબી : મોરબી કર્મકાંડ પરિષદ દ્વારા નીચીમાંડલ ગામ નજીક આવેલ હોટેલ 'શિવ વિત્સ કામત'માં દરેક યજમાનનું તેમજ તેમના પરિવારનું કલ્યાણ થાય, વિશ્વનું કલ્યાણ થાય તેવી ભાવનાથી મૃત્યુંજય અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ આવી પડેલી કોરોનાની વૈશ્વિક મહામારીમાંથી દરેક યજમાનનું તેમજ તેમના પરિવારનું અને વિશ્વનું કલ્યાણ થાય અને કોરોના જેવી મહામારીમાંથી દરેકને મુક્તિ મળે એ માટે 108 વિદ્વાન બ્રાહ્મણો દ્વારા મૃત્યુંજય નું અનુષ્ઠાન કરવામાં આવ્યુ હતું. પ્રધાનમંત્રી દ્વારા એક દિવસીય માનવ કરફયૂનું પાલન કરવાની અપીલ કરાઈ છે ત્યારે તેનું પાલન કરવાની લોકોની ફરજ છે. આ દરમ્યાન દરેક યજમાનો પોતાના ઘરે બેસી મૃત્યુંજયની એક માળા કરે જેથી એમનું અને પરિવારનું વિશ્વનું કલ્યાણ થાય તેવું મોરબી કર્મકાંડ પરિષદ દ્વારા જણાવાયું છે. આ અનુષ્ઠાન પ્રસંગનો મોરબીના અગ્રગણ્ય વિદ્વાનોઓ લાભ લીધો હતો. હોટેલ 'શિવ વિટ્સ કામત' દ્વારા અનુષ્ઠાન બાદ ભૂદેવો માટે ભોજન દક્ષિણાનું આયોજન કરાયું હતું.