માળીયા (મી.) : માળીયા પોલીસ દ્વારા હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોટર સાયકલ ચોરીના ગુનાના આરોપીને મોટર સાયકલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. ગઈકાલે તા. 20ના રોજ માળીયા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માળીયા નેશનલ હાઈવે નં. 27 ઉપર વિશાલા હોટલ નજીકમાથી અયુબ જાનમહમંદ મોવર (ઉ.વ. 28, રહે. કાજરડા ગામ, તા. માળીયા (મી.), જી. મોરબી)ને ચોરી ગયેલ હીરો સ્પેન્ડર પ્લસ મોટર સાયકલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. જે ગુનો હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતો. બાદમાં, પોલીસે ધોરણસરની કાર્યવાહી કરેલ છે.