વાંકાનેર : મોરબીના વાંકાનેર તાલુકામાં આવેલ પ્રસિદ્ધ માટેલ ધામ મંદિર કોરોના વાઇરસના ખતરા સામે સાવચેતીના પગલાં લેતા બંધ કરવામાં આવ્યું છે. કોરોના વાઇરસ ફેલાવવાના ભયને લઈને સાવચેતીના પગલાં રૂપે માટેલ ખાતે આવેલ સુવિખ્યાત ખોડિયાર માતાજીનું મંદિર ભક્તો માટે બંધ કરવામાં આવ્યું છે. 19 માર્ચથી લઈને આગામી 29 માર્ચ સુધી માટેલ ખાતે આવેલ ખોડિયાર માતાજીનું મંદિર બંધ રહેશે તેવી જાહેરાત કરાઈ છે. માટેલ ધામના મહંતે ભક્તોને 29 તારીખ પછી જ દર્શનાર્થે આવવા અપીલ કરી છે. લોકો એકઠા ન થાય એ માટે માટેલધામના ટ્રસ્ટી અને મહંતો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથોસાથ મંદિરમાં આવેલ ધર્મશાળા તેમજ પ્રસાદ ઘર પણ બંધ રહેશે તેવું મંદિરના વહીવટદારોએ એક યાદીમાં જણાવ્યું છે.