માત્ર 3 કલાકમાં 30 હજાર માસ્કનું વિતરણ કરાયું મોરબી : કોરોના વાયરસના ડરથી સમગ્ર જનજીવન ભયભીત છે. ત્યારે કોરોનાથી ડરવાની નહિ પણ સાવચેતીની જરૂર છે. એવી સતત જનજાગૃતિ હાથ ધરવામાં આવી રહી છે. તેથી, કોરોના સામે સાવચેતીના ભાગરૂપે અને લોકોને સસ્તા દરે માસ્ક મળી રહે, તે માટે મોરબી સીરામીક એસો. દ્વારા રાહતદરે માસ્કનું વિતરણ આવ્યું હતું અને માત્ર 3 કલાકમાં 30 હજાર માસ્કનું વિતરણ કરાયું હતું. મોરબી સીરામીક એસોસિએશન દ્વારા આજે સવારે કોરોના સામે રક્ષણ આપતા માસ્કનું રાહતદરે વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સીરામીક એસોસિએશનના હોદેદારો અને સામાજિક કાર્યકર સતીષભાઈ કાનાબારે ઉપસ્થિત રહીને કોરોના સામે રક્ષણ આપતા માસ્કનું રાહતદરે વિતરણ કર્યું હતું. જેમાં માત્ર 3 કલાકમાં 30 હજાર જેટલા માસ્કનું રાહતદરે વિતરણ કરવામાં આવ્યું હતું અને આગામી દિવસોમાં પણ જુદીજુદી જગ્યા નક્કી કરીને આ માસ્કનું વિતરણ કરાશે તેવું સામાજિક કાર્યકર સતિષભાઈ કાનાબારે જણાવ્યું હતું. આ તકે લોકોને કોરોનાથી ડરવાની નહિ પણ સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.