મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જૂના ઝઘડા મામલે મારામારી થતા આઠ શખ્સો સામે ફરિયાદ નોંધવવામાં આવેલ છે. ગઈકાલે તા. 19ના રોજ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દક્ષાબેન અનિલભાઇ ડાહ્યાભાઇ પરમાર (ઉં.વ. ૩૫, ધંધો ઘરકામ, રહે મહેન્દ્રનગર ઉગમણા ઝાપા પાસે, મોરબી-૨) એ સાગર વિજયભાઇ પરમાર, રાહુલ વિજયભાઇ પરમાર, વર્ષાબેન વિજયભાઇ પરમાર, સનમ સુરેશભાઇ પરમાર, કરણ સુરેશભાઇ પરમાર, બિપીન દિનેશભાઇ પરમાર, મનોજ રાજેશભાઇ પરમાર તથા અજય રાકેશભાઇ પરમાર (રહે બધા મહેન્દ્રનગર મોરબી-૨) સામે ફરિયાદ નોંધાવેલ છે કે સાગરભાઈ સાથે અગાઉ થયેલ ઝગડાનો ખાર રાખી ફરી. સામુ જોતા ફરી.એ સામુ જોવાની ના પાડતા ઉશ્કેરાઇ જઇ ફરી.ને ગાળો આપી હતી. તેમજ રાહુલભાઈ, વર્ષાબેન અને સનમએ બોલાવી રાહુલભાઈએ ફરી.ને ડાબા હાથમાં પાઇપ મારી મુંઢ ઇજા કરી હતી. તેમજ ફરી.નાં દિકરા હસમુખને રાહુલભાઈએ ડાબા પગમાં પાઇપ મારી ફ્રેક્ચર કરી અને સનમએ માથામાં ધોક્કો મારી ઇજા પહોંચાડી હતી. તેમજ સનમએ ફરી.નાં પતિ અનિલભાઇને શરીરે ધોક્કો મારી મુંઢ ઇજા કરેલ તથા ફરી.ના જેઠ રણછોડભાઇને માથામાં ઇજા કરેલ હતી. તેમજ અન્ય આરોપીઓએ ફરિયાદીને ગાળો આપી હતી. હાલમાં સીટી બી ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.