ટંકારા : સમરસ ગ્રામ પંચાયત દ્વારા કલ્યાણપર ગામના લોકોએ સાવચેતી રાખવા કોરોના વાયરસ સંદર્ભે જરૂરી સૂચનો જાહેર કરવામાં આવ્યા છે.જેનું પાલન કરવા ગ્રામજનોને સરપંચ ડી.એમ.પટેલે અનૂરોધ કર્યો છે. જે નીચે મુજબ છે. ગામલોકોએ પોતાના ઘર આસપાસ ક્યાંય કચરો ફેંકવો નહિ. તેમજ પંચાયતે આપેલ કચરાપેટીમાં એકઠો થયેલ કચરો અઠ્વાડીયે એકસાથે ગામ બહાર નક્કી કરેલ સ્થળે નિકાલ કરવો. ગામની કોઈપણ દુકાનોમાં ઠંડાપીણાં, આઈસ્ક્રીમ, ગુલ્ફી, પેપ્સી જેવી કોઈપણ ચીજવસ્તુઓનું વેચાણ કરવું નહિ. ગ્રામજનોએ જાહેર સ્થળોએ થૂંકવું નહિ. જો થૂંકતા પકડાઈ જાય તો ગ્રામ પંચાયત દ્વારા સ્થળ ઉપર જ રૂ. 500નો દંડ વસુલ કરવામાં આવશે. સરકારી એજન્સીઓ દ્વારા આપવામાં આવતા સમાચારો ઉપર જ ભરોસો કરવો. અફવાઓ પર ધ્યાન આપવું નહિ. સતર્ક રહેવું, સુરક્ષિત રહેવું. કોઈપણ જાતની શારીરિક તકલીફ ઉદ્ભવે તો નજીકના સરકારી દવાખાને સારવાર માટે જવું.