મોરબી : હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઈને જિલ્લા કલેકટર જે.બી. પટેલ દ્વારા નિર્ણય જાહેર કરાયો છે કે કલેકટર કચેરીએ કોઈ અરજદારોએ કર્મચારી કે અધિકારીઓને હાથોહાથ રજુઆત આપવાનો આગ્રહ ન રાખવો. કચેરીમાં ડ્રોપ બોક્ષ મુકવામાં આવ્યું છે. જેમાં અરજદારોએ પોતાની રજૂઆતો નાખવાની રહેશે. વધુમાં જણાવ્યું છે કે કોરોનાના જોખમને ધ્યાને લઈને અરજદારોએ બિનજરૂરી અવરજવર ટાળવી.