મોરબી : કોરોના વાયરસના પગલે મોરબીમાં અનેક જગ્યા એ ધડાધડ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે અને કોરોનાના પગલે સાવચેતીના ભાગરૂપે મોરબી કોર્ટની જરૂરી સિવાયની તમામ કાર્યવાહી આગામી તા. 31 માર્ચ સુધી બંધ રાખવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવી છે. મોરબીમાં કોરોના વાયરસના કારણે સમગ્ર તંત્ર એલર્ટ મોડ ઉપર આવી ગયું છે અને કોરોના વાયરસના પગલે ભીડનો ખતરો ટાળવા સાવચેતીના પગલાં લેવામાં આવે છે. જેમાં આજે મોરબીની કોર્ટની જરૂરી સિવાયની તમામ કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી છે અને તા. 31 સુધી સાવચેતીના ભાગરૂપે ભીડનું જોખમ ટાળવા માટે મોરબી કોર્ટની તા.31 માર્ચ સુધી મહત્વની હોય, તે સિવાયની તમામ કાર્યવાહી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. જો કે કોઈ મહત્વપૂર્ણ કેસ હોય અને જમીન અરજી હોય તો એક વ્યક્તિને પણ પૂરેપૂરી કાળજીપૂર્વક કોર્ટમાં પ્રવેશ અપાશે. કોર્ટની બહાર ગેટ પાસેથી સેનેટાઈઝર કરીને પુરી રીતે ચકાસીને જ કોર્ટમાં જવા દેવાશે. આજે મોરબી બાર એસો.ના પ્રમુખ દિલીપભાઈ અગેચણિયા સહિતની ટીમે કોર્ટમાં કોઈ વ્યક્તિ અંદર ન જાય તે માટે તકેદારીના પગલાં લીધા હતા. તા. 31 માર્ચ સુધી કોર્ટ કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. પરંતુ પક્ષકારોને તકલીફ ન પડે તે માટે તેઓને હવે પછીની મુદ્દતની તારીખ મળી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હોવાનું બાર એસો.ના પ્રમુખે જણાવ્યું હતું.