કોરોનાથી ગભરાવવાની જરૂર નથી, માત્ર જાગૃત બનીને આરોગ્ય વિભાગના સૂચનોને અનુસરો મોરબી : હાલ સમગ્ર વિશ્વને બાનમાં લેનાર કોરોના વાઈરસથી મોરબીવાસીઓએ ડરવાની જરૂર નથી. માત્ર તેનાથી સાવધાન રહેવાની જરૂર છે. કોરોના વાયરસથી બચવા માટે શું શુ કરવું જોઈએ તે અંગે આરોગ્ય વિભાગે સૂચનો જાહેર કર્યા છે. તો આ સુચનોનું પાલન કરવાનો આગ્રહ રાખો અને સુરક્ષિત રહો. આટલું કરવું વ્યક્તિગત સ્વચ્છતા જાળવવી સેનિટાઇઝરથી હાથ ધોવાનો આગ્રહ રાખો ઉધરસ કે છીંક ખાતી વખતે મોને ઢાંકો વાપરેલું ટીસ્યુ ઉપયોગ બાદ તુરંત જ કચરાપેટીમાં નાખો તબિયત ખરાબ લાગે તો તુરંત ડોકટરને બતાવો શક્ય હોય તો માસ્ક પહેરો આટલું ન કરવું ઉધરસ કે તાવ હોય તો કોઈ વ્યક્તિની નજીક ન જશો જાહેરમાં થૂંકવું નહિ જીવંત પશુઓનો સંપર્ક ટાળવો કાચા માસનું સેવન કરવું નહીં પશુબજાર- મરઘાઉછેર કેન્દ્ર- કતલખાને જવાનું ટાળવું ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવું લક્ષણો તાવ, શરદી, ખાંસી, કફ, વહેતુ નાક, ગળાનો દુખાવો, શ્વાસની તકલીફ, શ્વાસ લેવામાં મુશ્કેલી, ધ્રુજારી