મોરબી : મૂળ વિરપર (મોરબી)ના વતની હાલ હૈદરાબાદ રહેતા મગનભાઇનુ અકસ્માતમાં અવસાન થયું હતું. તેમના આત્માની શાંતિ માટે બચુભાઇ રણછોડભાઈ બાવરવા પરિવાર એ પૂજ્ય ભાણદેવજી (સરસ્વતી આશ્રમ, જોધપર(નદી)) નો સત્સંગ રાખેલ હતો. જેમા ઉપસ્થિત લોકોને કોરોના વાયરસ પ્રતિકારક એલચી, લવિંગ, કપુર અને જાવીત્રીના ફુલ નો ઉપયોગ કરી બનાવેલ આરોગ્ય રક્ષા પોટલીનું વિતરણ કરી આરોગ્ય પ્રત્યેની જાગૃતિની લોકોને પ્રેરણા આપી હતી. વધુમાં, આજે તા. 19/3 ને ગુરૂવારે રાત્રે 9 થી 10-15 કલાકે સોળ સંસ્કાર કયાં કયાં અને મોક્ષ પ્રાપ્તિ માટે શું કરવું જોઈએ તે અંગે દેવકુમાર (ટંકારા વાળા)નો સત્સંગ રાખેલ છે. જેમાં ઉપસ્થિત રહેનારને પણ આરોગ્ય રક્ષા પોટલીનુુ વિતરણ કરવામાં આવશે. તો સત્સંગ તથા રક્ષા પોટલીનો લાભ લેવા બાવરવા પરિવાર દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.