મોરબી : ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન દ્વારા ધો. 10 બોર્ડની પરીક્ષાની ઉતરવાહીઓ રોડ પરથી મળી આવતા આવી બેદરકારી બદલ યોગ્ય તપાસ કરી દોષિતો સામે કાર્યવાહી કરવા શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિહ ચુડાસમાને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજુઆતમાં જણાવવામાં આવેલ છે કે ધો. 10 બોર્ડની પરીક્ષાની ઉતરવહીઓ રોડ પર રજડતી મળી આવેલ છે. તો આ બાબતે માગણી છે કે આ માટે તંત્રમાં કોણ જવાબદાર છે? આવી બેદરકારી રાખનાર કોણ છે? તેની યોગ્ય, નિષ્પક્ષ અને ખરી તપાસ કરવામાં આવે અને સત્ય બહાર લાવીને દોષીતોને યોગ્ય સજા કરવામાં આવે? કારણ કે આ તો ભવિષ્યના ભારતના થનાર ડોક્ટર, એન્જિનિયર, વૈજ્ઞાનિકો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, વકીલો, મેજીસ્ટ્રેટો, કલેક્ટરો, મામલતદાર અને ઉચ્ચાધિકારીઓ તેમજ ઉદ્યોગપતિઓ અને નાના-મોટા કર્મચારીઓના ભવિષ્ય સાથે ખીલવાડ થઈ રહ્યો છે. તંત્રની ઘોર બેદરકારીનો આ નમૂનો છે. સરકારની વિશ્વનીયતાનો પણ સવાલ છે. આ ઉપરાંત, રજૂઆતમાં જણાવેલ છે કે હાલમાં જે કોરોનાના કારણે શિક્ષણ કાર્યમાં રજા રાખવામા આવેલ છે. તે શિક્ષણ T.V. દ્વારા સરકાર આપશે. પણ ઘણા એવા પરિવારો પણ છે કે જેમના ઘરે T.V. નથી તો તેના માટે શું કરવું? તેનો અર્થ એવો થયો કે જેને ઘરે T.V. હોય તેને જ ભણવાનો અધિકાર છે? T.V. ના હોય તેને ભણવાનો અધિકાર નથી? તો આ બાબતે પણ સરકારના આદેશોમાં યોગ્ય જોગવાઈઓ કરીને યોગ્ય વ્યવસ્થા થાય, તેમ કરવા અપીલ કરાઈ છે.