દેશી દારૂ વેંચતા વારંવાર ઝડપાતી મહિલાઓ તેમની ભાવિ પેઢી માટે ભયજનક મોરબી : દેશી-વિદેશી દારૂના વેંચાણ અને પીવા પર પ્રતિબંધોની ઐસીતૈસી કરીને વેંચાણ અને નશો કરવાની કુટેવ ધરાવતા શખ્સો ગમે ત્યાંથી 'માલ'ની વ્યવસ્થા કરી જ લેતા હોય છે ત્યારે મોરબી તાલુકામાંથી ગઈકાલે પોલીસે 2 મહિલા સહિત એક શખ્સને દારૂ વેંચતા દબોચ્યા હતા. બી.ડીવી.પો.મથકની હદમાં માળીયા ફાટક પાસેથી રાજેશ દેવજીભાઈ કણજારીયા ઉં.વ.20, રહે. નીચીમાંડલ વાળાને ભારતીય બનાવટના વિદેશી દારૂની એક બોટલ સાથે પોલીસે ઝડપી પાડ્યો હતો. બી.ડીવી. પો.મથકની હદમાંથી જ સવીબેન અવચરભાઈ સનુરા ઉં.વ. 45 , 20 કોથળી દારૂ સાથે તથા બબીબેન વેરશીભાઈ સનુરા ઉં.વ. 55 રહે. બન્ને ત્રાજપર 12 નંગ દેશી દારૂની કોથળી સાથે ઝડપાઇ હતી. જ્યારે મોરબી તાલુકા મથક વિસ્તારમાં રફાળેશ્વર ગામ નજીકથી વિજય રમેશભાઈ જખાણીયા ઉં.વ.21ને 20 નંગ દેશી દારૂની કોથળીઓ સાથે ઝડપી લેવાયો હતો.