શિક્ષણ તંત્રની શાળામાં ઓચિંતી મુલાકાત દરમિયાન સીઆરસી ગેરહાજર હોવાથી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કરી કાર્યવાહી મોરબી : ટંકારા તાલુકાના સીઆરસી અને અમરાપરધારની શાળાના આચાર્યને ફરજમાં બેદરકારી બદલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ સસ્પેન્ડ કરી દીધા હતા. જિલ્લા શિક્ષણ તંત્રની આ શાળામાં ઓચિંતી વિઝીટ દરમિયાન સીઆરસી ગેરહાજર હોવાથી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આ આકરી કાર્યવાહી કરી હતી. સીઆરસી અને આચાર્યની એકસાથે સસ્પેન્ડ કરાતા જિલ્લા શિક્ષણ ક્ષેત્રે ભારે હલચલ મચી ગઇ છે. મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખે આ બાબતની મીડિયા સમક્ષ વિગતો આપતા જણાવ્યું છે કે, ટંકારા તાલુકાના અમરાપરધર પ્રાથમિક શાળામાં ગઈકાલે બપોર બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ડી.પી.ઓ.ને સાથે રાખીને ઓચિંતી મુલાકાત લીધી હતી. સીઆરસી જે એચએસસી કચેરી માધ્યમથી આ શાળામાં શાળા નિરીક્ષક તરીકે કામ કરે છે. આ સીઆરસીને પૂર્વ નિર્ધારિત રીતે આ શાળામાં વિઝીટ માટે જવાનું હતું. પણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની આ શાળામાં ઓચિંતી મુલાકાત સમયે જે સરકારના ઓનલાઈન ડેટા એન્ટ્રી કરવા માટે સીઆરસીને જે ટેબ્લેટ આપતા હોય એ ટેબ્લેટ શાળાના આચાર્ય પાસેથી મળી આવતા એમની પાસેથી હસ્તગત કર્યું છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની શાળામાં મુલાકાત દરમિયાન સીઆરસી ગેરહાજર હોવાથી પૂર્વ નિધારીત સમયે આ શાળામાં નિરીક્ષણ માટે હાજર રહેવાનું હોય તેમાં આદર્શ આચારસહિતાનો ભંગ કરવો અને શાળાના આચાર્ય મારફતે આવા ગેરવાજબી વર્તણુકમાં સહભાગીદારી નોંધાવવી અને સરકારની નીતિઓ સાથે વિશ્વાસઘાત કરવો જે બદલ સીઆરસીના અધિકારી શિક્ષક હેમત ભાગિયા, અમરાપર ધારના આચાર્ય ગજેન્દર કારેલિયાને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. જો કે હેમત ભાગિયા નોટીસ સ્વિકારી ન હોય એના ઘર બહાર નોટિસ ચોટાડી છે. ફરજ મોકૂક દરમિયાન આચાર્યને ટંકારા શિક્ષણ શાખા અને સીઆરસીને ટંકારા બીઆરસી ભવન ખાતે હાજર રહેવાની તાકીદ કરાઈ છે અને આગળના દિવસોમાં તપાસ સમિતિની રચના કરીને યોગ્ય કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું.