મોરબી : મોરબી શહેર ગ્રાહક સુરક્ષા પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા યાદીમાં જણાવેલ છે કે ગત તા. 15 માર્ચના ગ્રાહક દિવસ નિમિત્તે ગ્રાહકોમાં જાગૃતિ ફેલાવવા અને કાયદાકીય માર્ગદર્શન આપવા માટે તેમજ પ્રમાણિક, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, સરકારી-ખાનગી કર્મચારીઓનું બહુમાન કરવા માટે આવતીકાલના રોજ તારીખ 19 ને ગુરૂવારે યોજાનાર સન્માન સમારંભ કોરોના વાયરસને લીધે રદ કરવામાં આવ્યો છે. જેની સર્વે અધિકારીઓ, મિત્રો, સંસ્થાના અધિકારી, સંસ્થાના સભ્યો, મોરબી અગ્રણી, સામાજિક કાર્યકરો સહિતના લોકોએ નોંધ લેવા અપીલ કરી છે.