મોરબી : મોરબીમાં પીપળી રોડ પર આવેલ પવનસુત મિનરલના કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં અરજણ સુવારીયા, પ્રયાગ અમૃતિયા, વાસુદેવભાઇ વાંસજારીયા, લોરેન્સ સિરામિકના જીગાભાઈ સહિતના યુવકોએ 450 જેટલા વૃક્ષોનું રોપણ કર્યું હતું. તેમજ સમાજને પર્યાવરણ જતનનો સંદેશો આપ્યો હતો.