મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ નટરાજ રેલવે ફાટક પર આજે બપોરે ટ્રેન નીકળવાનો સમય થતા આ ફાટક બંધ કરવામાં આવી રહી હતી.તે સમયે ફાટક બંધ થાય તે પહેલાં ઉતાવળે નીકળવાની કોશિશ એક અજાણ્યા વાહન બંધ થઈ રહેલી નટરાજ ફાટક સાથે ધડાકાભેર અથડાતા આ ફાટકના બે કટકા થઈ ગયા હતા.સદનસીબે આ ઘટનામાં કોઈને ઇજા પહોંચી ન હતી.પરંતુ નટરાજ ફાટક તૂટતા અહીં થોડીવાર માટે વાહન વ્યવહાર ખોરવાયો હતો અને ટ્રાફિકજામ સર્જાયો હતો.બાદમાં રેલવે તંત્રએ તૂટેલી ફાટકને દૂર કરીને ટ્રાફિક ક્લિયર કરવાની કાર્યવાહી કરી હતી.