મોરબી : હાલમાં કોરોના વાયરસનો કહેર સૌ કોઈને ધ્રુજાવી રહ્યો છે.ત્યારે કોરોનાના કહેર વચ્ચે ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં પ્રભારી સચિવમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા કોરોનાને લઈને અમદાવાદ ,જામનગર ,કચ્છ ,છોટા ઉદેપુર ,મોરબીમાં તાત્કાલિક અસરથી પ્રભારી સચિવ બદલવામાં આવ્યા છે.જેમાં મોરબી જિલ્લાના નવા પ્રભારી સચિવ તરીકે મનીષા ચંદ્રાની નિમણુંક કરવામાં આવી છે. ગુજરાત સરકારે કોરોનાના કારણે તાત્કાલિક અસરથી જિલ્લાના પ્રભારી સચિવને બદલીને નવા નિમાયેલા પ્રભારી સચિવને જિલ્લાની સમગ્ર સ્થિતિનું મોનીટરીંગ કરવાનો આદેશ આપ્યો છે.