હડમતીયા : લજાઈ-હડમતિયા ગામ વચ્ચે ઈક્કો કારે બાઈક સવારને હડફેટે લેતા બાઈકસવારને ઇજા પહોંચી હતી. તેથી, બાઈકસવારને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. વાંકાનેરથી લજાઈ વિરપર રોડ પર આવેલા ખાનગી યુનિટોમાં કામ કરતા મજુરને ખચાખચ ભરી ઈક્કો કાર માતેલા સાંઢની જેમ પુરપાટ દોડતી જોવા મળે છે ત્યારે આજ સવારમાં લજાઈ ચોકડી પાસે વાંકાનેરથી આવતી ઈક્કો નં. GJ E3C 8717 નંબર પ્લેટ ધરાવતી અને રોંગ સાઈડમાં આવતી ઈક્કોએ બાઈક નં. GJ 3CF 9570 સાથે અકસ્માત થતા ગંભીર રીતે ઘાયલ થતા બાઈકસવાર રાજેશ કરશનભાઈ સિણોજીયા (ઉં.વ. 27)ને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરેલ છે. ત્યારે ગેરકાયદેસર રીતે પેસેન્જરમાં દોડતા આવા ખાનગી વાહનો પર પોલિસ કાર્યવાહી કરશે કે પછી પેસેન્જરમાં ચાલતા વાહનોની મોટી દુર્ઘટનાની રાહ જોશે? તેવો આક્રોશ અકસ્માત સ્થળે એકઠા થયેલા લોકોએ વ્યક્ત કર્યો છે.