વાંકાનેર : તા.૧૫ માર્ચને રવિવારનો દિવસ વાંકાનેર જૈન સોશ્યલ ગ્રુપ માટે સુવર્ણ પુષ્ઠ ઉપર અંકિત થઈ ગયો હતો.જેમાં વાંકાનેરના પનોતા પુત્ર અને સમાજ રત્ન શ્રી મનિષભાઈ દોશી ચેરમેન, જૈન સૌશ્યલ ગ્રુપ સૌરાષ્ટ્ર રિજીયન (ID,JSGIF) ત્થા તેમની સૌરાષ્ટ્ર રિજીયન ટીમના ૪૫ કરતા વધુ પદાધિકારીનું ભવ્યાતિ ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે આદરણીય જૈન અગ્રણી શ્રી લલિતભાઈ મેહતા(પૂર્વ સાંસદ સભ્ય),વાંકાનેર જૈન સમાજની નવનાતના અગ્રણીઓ ત્થા જૈન સોશ્યલ ગ્રુપ સંગિની ફોરમ-વાંકાનેરએ હાજરી આપી સમારોહની શોભા વધારી હતી.આ સમારોહને સફળ બનાવવા જૈન સોશ્યલ ગ્રુપના તમામ કમિટી મેમ્બરોએ ભારે જહેમત ઉઠાવી હતી.