મોરબી : મોરબીના શાસ્ત્રી જીજ્ઞેશભાઈ પંડ્યાના વ્યાસપીઠ સ્થાનેથી સોમનાથ ખાતે આગામી તા. 15 થી 22 એપ્રિલ સુધી યોજાનાર શિવકથા મોકૂફ રાખવામાં આવેલ છે. કોરોના વાયરસના પગલે સરકારે આપેલા આદેશનો અમલ કરવા હાલ પૂરતી કથા મોકૂફ રાખવામાં આવેલ છે. કથાની નવી તારીખ શ્રાવણ માસમાં જાહેર કરવામાં આવશે. જેની નોંધ લેવા માટે જાહેર જનતાને યાદીમાં જણાવવામાં આવેલ છે.