મોરબી : હાલમાં પ્રવર્તમાન કોરોના વાયરસ અનુસંધાનમાં સંભવિત ઈન્ફેક્શનના આગમચેતી તરીકે નીચે દર્શાવેલ ૫ગલાંઓ સરકાર તરફથી લેવામાં આવી રહેલ છે. ત્યારે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગર દ્વારા કોરોના વાયરસથી ફેલાતા COVID-19નું સંક્રમણ અટકાવવા હોટલ-રેસ્ટોરન્ટના માલીકો માટે જરુરી સુચનાઓ આપવામાં આવેલ છે. જે અનુસાર હોટેલો તથા રેસ્ટોરેન્ટની દિવાલો સાફ કરી જંતુરહિત કરવામાં આવે, જમવા માટેનું ટેબલ, બેસવાના સ્થાન તથા તેના સમસ્ત વિસ્તારને સાફ કરી જંતુરહિત કરવામાં આવે, ઉ૫યોગમાં આવતા દરેક કા૫ડ જેમ કે ને૫કીન, ટેબલ ૫રનું કા૫ડ, વેઇટર ના એપ્રોન વગેરેને સાબુથી ઘોઇને જંતુરહિત કરવામાં આવે, કચરો તથા વઘેલા ખાઘસામગ્રી ને નિયમીત નિકાલ તથા ટેબલ ઉ૫ર સ્થાયી મીઠું- મરીની ડબ્બીઓ તથા ચમચી- કાંટાને સ્ટેન્ડ વગેરેને નિયમીત૫ણે સાફ કરી જંતુરહિત કરવામાં આવે, કાર્પેટને નિયમીત ૫ણે Vaccum cleaner ની મદદથી સાફ કરી જંતુરહિત કરવામાં આવે, મેનુ કાર્ડને નિયમીત રીતે સાફ કરી જંતુરહીત કરવામાં આવે, ખાઘ ૫દાર્થ વિક્રેતા દ્વારા શર્દી- ખાંસીથી પીડાતા ગ્રાહકને રેસ્ટોરન્ટની જગ્યામાં ન બેસવા તથા બને ત્યાં સુઘી ઘરે જ જમવાની સલાહ આ૫વામાં આવે, દરેક ખાઘ વિક્રેતાઓએ પોતાની જગ્યામાં આવનાર ગ્રાહક માટે ઉચ્ચ ગુણવત્તાનું Hand Sanitizer (આલ્કોહોલની માત્રા ન્યુનતમ ૬૦%) ની વ્યવસ્થા કરવાની રહેશે. ૫રદેશી મહેમાનો સાથે ઉ૫રોકત સુચનાઓનું વિશેષરુ૫થી ઘ્યાનમાં રાખી વાર્તાલા૫ કરવો તથા શંકાસ્પદ જણાય તો આવનાર ૫રદેશી મહેમાનોની જાણ નજીકના સરકારી દવાખાના અથવા નીય પ્રશાસન ને જાણ કરવી, ખાઘવિક્રેતાને ત્યાં ફરજ બજવતા કોઇ૫ણ ગુમાસ્તાને કોરોના વાયરસને લગતા લક્ષણો દેખાય તો તેને રજા આપી નજીકનાં સ્વાસ્થ્ય કેન્દ્રમાં તેની જાણ કરવી, ઉ૫રોકત સુચનોની સાથે સાથે દરેક અઘિકારી દ્વારા FSS ACT- ૨૦૦૬ અને વિનિયમ-૨૦૧૧ ની અનુસુચી-૪ ના ભાગ-ર માં દર્શાવેલ દરેક નિયમોનું ૫ાલન કરવાનું રહેશે. તમામ હોટેલ રેસ્ટોરન્ટમાં બે ટેબલ વચ્ચે અંતર રાખવુ, શકય હોય ત્યા સુઘી ખુલ્લી જગ્યામાં ડાયનીંગ વ્યવસ્થા રાખવી, ભીડ ઓછી થવા દેવી. આ બાબતે જાણકારી માટે ગુજરાત હેલ્પલાઈન નં. ૧૦૪ અને ૧૮૦૦-૨૩૩-૫૫૦૦ તથા ૦૧૧-૨૩૯૭૮૦૪૬ પર સંપર્ક કરી શકાય છે, તેમ યાદીમાં જણાવવામાં આવેલ છે.