- text
મોરબી : મોરબીના સામાકાંઠે રહેતી પરિણીતાને ભરણપોષણનો કેસ પાછો ખેંચી લેવા મામલે પતિ સહિતના સાસરિયાઓએ શારીરિક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાઇ છે. મહિલા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
- text
આ બનાવની મોરબીના મહિલા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ચંદ્રાબા હિતેન્દ્રસિંહ રાઠોડ ઉ.વ ૩૦ રહે મુળ વિઘુતનગરની પાછળ હરીપાર્ક સોસાયટી મોરબી-૨ હાલ રહે હાલ-નિત્યાનંદ સોસાયટી ગાત્રાળ સ્કુલની સામે મોરબી વાળાએ તેમના પતિ હિતેન્દ્રસિંહ ખાનુભા રાઠોડ તથા દ્રુપતબા ખાનુભા રાઠોડ રહે વિઘુતનગરની પાછળ હરીપાર્ક સોસાયટી મોરબી-૨ વાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા- ૧૫/૧૦/૨૦૧૦ થી આજ દીન સુધી અવારનવાર આરોપીઓએ ફરીયાદી બેનને નાની-નાની બાબતે ઝઘડાઓ કરી મારકુટ કરી શારિરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપતા હોવાથી ફરીયાદી બેનએ આરોપીઓ વિરુધ્ધ કોર્ટમા ભરણ-પોષણનો કેસ કરેલ, જે કેસ પાછો ખેચી લેવા બાબતે ઝગડો કરી મારા-મારી કરી ઇજા કરી હતી. આ બનાવની પરિણીતાએ ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
- text