મોરબી : મોરબીમાં આગામી તા. 25ના રોજ દરિયાલાલ પ્રભુના પ્રાગટ્ય દિને યોજાનાર દરિયાલાલ પ્રભુના જન્મોત્સવનો કાર્યક્રમ કોરોના વાયરસને પગલે મોકૂફ રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં લોહાણા જ્ઞાતિના સમૂહ પ્રસાદ અને વરુણ યજ્ઞની ઉજવણી અંગેનો આ કાર્યક્રમ રાજ્ય સરકારના આદેશ મુજબ મોકૂફ કરવામાં આવેલ છે. જેની જાહેર જનતાએ નોંધ લેવા દરિયાલાલ જન્મોત્સવ સમિતિના ટ્રસ્ટીઓએ અપીલ કરી છે.