મોરબી : મોરબીના મહેન્દ્રપરા મેઈન રોડ ઉપર ઉભરાતી ગટરથી સ્થાનિકો ત્રસ્ત થઈ ગયા છે. અહીં વારંવાર ઉભરાતી ગટરથી ગંદકીના ગંજ જામે છે. અહીંથી વાહન લઈને નીકળવું પણ જોખમી બની જતું હોય સ્થાનિકોમા ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે પાલિકા દ્વારા તાકીદે આ મામલે કોઇ કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ ઉઠાવી રહ્યા છે.