મહિલા ઉમેદવારોની સીટો વધારવામાં આવી છે તેની સામે પુરૂષ ઉમેદવારોની પણ સીટો વધારવા કરી માંગ હળવદ: લોકરક્ષક ભરતી પ્રક્રિયાને લઇ તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા મહિલાઓની સીટો વધારવામાં આવી છે જેને લઇ પુરુષ ઉમેદવારો પણ તેઓની સીટો વધારવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે જેથી આજે યુવાનો દ્વારા હળવદ મામલતદારને લેખિતમાં આવેદનપત્ર પાઠવ્યું હતું પાછલા ઘણા દિવસોથી લોકરક્ષક ભરતી પ્રક્રિયા ને લઇ આંદોલનો કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે પાછું લોક રક્ષક ભરતી ની મહિલા ઓની સીટો વધારવામાં આવતા તેને લઈ પુરુષ ઉમેદવારો મેદાને આવ્યા છે ત્યારે આજે હળવદ મામલતદાર ને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે આ પ્રક્રિયા અંતર્ગત રાજ્ય સરકારે મૂળ જાહેરાત સિવાય મહિલા ઉમેદવારોની સંખ્યા અંદાજે ૨૪૮૫ - નો વધારો કરવામાં આવ્યો છે પરંતુ રાજ્ય સરકારના મહિલા અનામત કાયદા મુજબ કોઈ પણ સરકારી નોકરીઓમાં ૩૩%મહિલાઓ અને૬૭% પુરુષોને સ્થાન આપવું જોઈએ આથી સ્થાનિક મહિલાઓની સંખ્યા વધારવા ની સામે પુરુષ ઉમેદવારોની સંખ્યા પણ વધારવી જોઈએ। આ સમસ્યા થી રાજ્ય ના ૫૦૦૦ જેટલા ઉમેદવારો અને પરિવારને અસર થઇ રહી છે ત્યારે દરેક સમાજના બેરોજગાર યુવાનો એ આ અંગે હળવદ મામલતદાર કચેરી ખાતે ધસી આવી મામલતદારને લેખિતમાં આવેદનપત્ર પાઠવી રજુઆત કરી વહેલી તકે પુરુષ ઉમેદવારો ની માંગ પણ રાજ્ય સરકારમાં ધ્યાને લેવા માંગ કરી હતી.