મોરબીમાં રાજ્યપાલની ઉપસ્થિતિમાં યોજનાર ‘એક શામ અમર જવાનો કે નામ’ કાર્યક્રમ રદ કરાયો

- text


માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા શહીદોની યાદમાં તારીખ 23 થી 27 માર્ચ સુધી કાર્યક્રમોનું આયોજન કરાયું હતું

મોરબી : મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘એક શામ અમર જવાનો કે નામ’ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ તારીખ 23 માર્ચથી 27 માર્ચ સુધી યોજવાનો હતો. જેમાં 27 માર્ચે આ કાર્યક્રમમાં રાજ્યપાલ દેવવ્રત આચાર્ય પણ ઉપસ્થિત રેહવાના હતા. અને જેમાં શહીદોના પરિવારને પણ હાજર રહેવા આમંત્રણ આપવામાં આવેલ હતું. પરંતુ હાલ કોરોના વાયરસના ખતરાને ધ્યાને લઈને આ સમગ્ર તારીખ 23 થી 27 માર્ચ સુધીનો કાર્યક્રમ કોરોના વાયરસના પગલે હાલ મોકૂફ રાખવામાં આવ્યો છે. જેની નોંધ લેવા કાર્યક્રમના આયોજક માતૃભૂમિ વંદના ટ્રસ્ટના મહેશભાઈ ભોરણીયાએ જાહેર જનતાને અપીલ કરી છે.

- text