મોરબી : મોરબીના સામાકાંઠે નવા નવા પીપળી ગામે આવેલ ધર્મગંગા સોસાયટીને ડેવલપ કરવા વિશ્વ હિન્દુ પરિષદના નગરમંત્રી કમલભાઈ દવેએ મુખ્યમંત્રીને રજુઆત કરીને જરૂરી સૂચનો આપ્યા હતા. રજુઆતમાં જણાવાયુ હતું કે ધર્મગંગા સોસાયટીને પીપળી ગ્રામ પંચાયતમાં સમાવેશ કરવાની જરૂર છે. આ સોસાયટીમાં ભૂગર્ભ ગટર યોજનાની જરૂર છે. ઉપરાંત અહીં આરસીસી રોડ બનાવવામાં આવે તો લોકોને સરળતા રહે. આ તમામ જરૂરિયાતો પુરી કરવા માટે તાત્કાલિક તંત્ર દ્વારા પગલા લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.