અમદાવાદમાં મુખ્યમંત્રીના હસ્તે ઓરેવા ગ્રુપના સ્થાપક જયસુખભાઈનું સન્માન મોરબી : મોરબી સ્થિત અજંતા-ઓરેવા ગ્રુપ હજારો બહેનોને રોજગારી આપી રહ્યું છે. જેની નોંધ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં લેવાય છે. 'વુમન એમ્પાવરમેન્ટ'ની વ્યાખ્યાને સાચા અર્થમાં સાકાર કરનાર મોરબીના બાહોશ ઉદ્યોગપતિ જયસુખભાઇ પટેલને તારીખ 14 માર્ચ, 2020 ના રોજ અમદાવાદ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે સન્માનિત કરવામાં આવેલ હતા. ઉલ્લેખનીય છે કે સ્વ. ઓ. આર. પટેલની વિચારધારાને સફળતાપૂર્વક આગળ ધપાવતા જયશુભાઈ પટેલ બિઝનેસમાં તો આગવું સ્થાન ધરાવે જ છે પરંતુ સાથે સાથે સામાજિક કાર્યોમાં પણ પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે. ઓરેવા ગ્રુપના દીપકભાઈ પારેખે જણાવ્યા અનુસાર કાર્યક્રમમાં ગુજરાતના ચીફ મિનિસ્ટર વિજયભાઈ રૂપાણી તેમજ ગુજરાતના અલગ અલગ ક્ષેત્રોના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.