10 દિવસમાં અંદાજીત 2 લાખ જેવા માસ્ક વેચાયા ,મનફાવે તેવા ભાવો લેતા હોવાની વ્યાપક ફરિયાદ મોરબી : ચાઇનામાં હાહાકાર મચાવતા કોરોના વાયરસે ભારતમાં પગપેસારો થયો છે.જોકે હજુ સુધી સીરામીક નગરી મોરબીમાં કોંરોના વાયરસની કોઈ અસર જોવા મળી નથી મોરબી આ બાબતે એકંદરે શાંતિ છે.તેમ છતાં પણ સાવેચતી માટે મેડિકલ શોપમાં મળતા કોરનો વાયરસ સામે રક્ષણ આપતા માસ્કની ભારે ડિમાન્ડ છે.મેડિકલ ધારકો પણ આ તકનો લાભ ઉઠાવીને આ માસ્કને વેચાણમાં ઉઘાડી લૂંટ ચલાવી રહ્યાની વ્યાપક ફરિયાદ ઉઠી છે અને મનફાવે તેવા ભાવો વસૂલી રહ્યા છે. મોરબીમાં કોરોના વાયરસથી રક્ષણ આપતા ખાસ પ્રકારના માસ્કનું મેડિકલ શોપમાં વેચાણ થઈ રહ્યું છે.જોકે કરોનાની અસર નહિવત હોય છતાં પણ ભયના માહોલને લીધે સાવચેતીના પગલા રૂપે લોકો આ ખાસ પ્રકારના માસ્ક ખરીદી રહ્યા છે.જોકે આ માસ્કનો લોકો યુઝ કરતા નથી તેવું મેડિકલ શોપ ધારક પાસેથી જાણવા મળ્યું છે.મોરબીમાં કોરોના વાયરસથી રક્ષણ આપવા માટેના ખાસ ત્રણ પ્રકારના માસ્ક વેચાય રહ્યા છે.એક કપડાંનું માસ્ક પહેલા રૂ.20 માં વેચાતું હતું તેના અત્યારે રૂ.40 પડાવે છે.સાદું માસ્ક જે રૂ.10 થી 15 ના ભાવે વેચાતું હતું તેના રૂ.30 પડાવે છે. ઉપરાંત એન નાઇટી ફાઈવ માસ્કના રૂ.150 માં આજથી 15 દિવસ પહેલા વેચાતું હતું.એના અત્યારે રૂ. 250થી માંડીને રૂ.500 પડાવાઈ રહ્યા છે.આ રીતે માસ્કમાં મનફાવે તેવા ભાવો લઈને કાળા બજાર કરવામાં આવે છે.એક અંદાજ મુજબ મોરબીમાં 2 લાખ જેવા માસ્ક વેચાયા છે. આશરે પોણા બસ્સો જેવા મેડિકલ શોપ ધારકો છે. જોકે લોકો આ માસ્ક ખરીદે છે પણ પહેરતા નથી એના બદલે સંગ્રહ કરી રાખે છે.જે માસ્ક કવોલિટીની ગુણવત્તાસભર નથી તે માસ્ક વેચાય રહ્યા છે.આમ લોકોનો ખોટી રીતે નાણાનો વ્યય થાય છે.સામાન્ય રીતે બેકેરિયા નાશક સેનિટાઈઝર રૂ.80 નું હોય છે તેના 150 થી વધુ ભાવો લેવાય છે.જોકે નામી કંપનીની આ બ્રાન્ડેડ વસ્તુઓ બજારમાં ન હોવા છતાં તદ્દન હલકી ગુવણતાં વાળી વસ્તુઓ વેચાઈ છે તેના પણ મનફાવે તેવા ભાવો વસુલ કરાઈ છે.જોકે લોકોના મનમાં કોરનોનો ડર એટલી હદે પેસી ગયો છે કે ,કઈ જાણ્યા સમજ્યા વગર મોંઘા ભાવે મળતા માસ્કનો શ્રેષ્ઠ ગુણવત્તા સભર હોવાનું માનીને ખરીદીને સંગ્રહ કરી રહ્યા છે.પરંતુ આ માસ્કની વિશિષ્ટતા એ છે કે ,આ માસ્કની ગુવણતાં આઠ કલાક સુધી જ રહે છે.પછી એ નકામું થઈ જાય છે.આથી એનો સંગ્રહ કરવાનો શુ અર્થ ? ત્યારે માસ્કના કાળા બજાર કરનાર સામે સંબધિત તંત્ર કડક કાર્યવાહી કરે તેવી પ્રબુદ્ધ નાગરિકોએ માંગ ઉઠાવી છે.