વાંકાનેર : વાંકાનેર પોલીસે બાતમીના આધારે વાંકાનેરના રાતીદેવળી ગામ નજીક જામગરી બંદૂક સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલાએ ગેરકાયદે હથિયારો શોધી કાઢવાની સૂચના આપતા વાંકાનેર પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.સી.મોલિયા સાહિતનાએ બાતમીના આધારે આરોપી હારુનભાઈ અબ્દુલભાઇ જુનેજા ઉ.વ.40 રહે ચંદ્રપુર અંલકાર હોટલ પાછળ વાંકાનેર વાળાને રાતીદેવળીથી પંચાસિયા તરફ જતા રોડ ઉપર આવેલ તેની વાડીના શેઢેથી રૂ.2 હજારની કિંમતની ગેરકાયદે હાથ બનાવટની જામગરી બંદૂક સાથે ઝડપીને તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.