ચણાની ખરીદીના રજીસ્ટ્રેશનનો અંતિમ તબક્કો ,સોમવારે છેલ્લો દિવસ : ટેકાના ભાવે ઘઉની ખરીદી માટે પણ 180 જેટલા ખેડૂતોની નોંધણી મોરબી : મોરબીમાં હાલ ટેકાના ભાવે ચણાની ખરીદી માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલી રહી છે.જેમાં અગાઉ અનેક પ્રકારની મુશ્કેલી આવ્યા બાદ હવે આ ટેકાના ભાવે ચણાની ખરીદી માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા અંતિમ તબબકામાં પહોંચી છે અને સોમવારે છેલ્લો દિવસ છે.ત્યારે મોરબી જિલ્લામાં 5290 ખેડૂતોની નોંધણી થાય છે. અને મોરબીમાં 1536 મેટ્રિક ટન ચણાની ખરીદી કરાશે અને ટેકાના ભાવે ઘઉની ખરીદી માટે પણ અત્યાર સુધીમાં 180 જેટલા ખેડૂતોની નોંધણી થઈ છે. મોરબીમાં ટેકાના ભાવે ચણાની ખરીદી માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાં અગાઉ અનેક વખત હોબાળો થયો છે.જેમાં ટેકાના ભાવે ચણાની ખરીદી માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાં સર્વર ડાઉન સહિતના ધાંધીયાને કારણે ખેડૂતો ભારે હેરાન પરેશાન થઈ ગયા હતા અને ખેડૂતો આ મામલે ભારે રોષ સાથે બળાપો ઠાલવ્યો હતો.શરૂઆતથી ખેડૂતોના હોબાળાથી ચણાની ખરીદી વિવાદમાં રહી હતી.ત્યારે આ ટેકાના ભાવે ચણાની ખરીદી માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા આખરી તબબકામાં પહોંચી ગઈ છે અને સોમવારે ચણાની ખરીદી માટેના રેજીસ્ટ્રેશનનો છેલ્લો દિવસ છે.અત્યાર સુધીમાં ચણાની ખરીદી માટે 5290 ખેડૂતોની નોંધણી થઈ છે અને 1536 મેટ્રિક ટન ચણાની ખરીદી થશે.હવે 35 થી 40 ખેડૂતોની નોંધણી કરવાની બાકી છે.સોમવારે આ રજીસ્ટ્રેશન પ્રક્રિયા પુરી થયા બાદ 1 એપ્રિલથી 31 મેં સુધી ચણાની ખરીદી થશે. જ્યારે ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે પણ રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલી થઈ છે.તા.2 માર્ચથી ઘઉંની ખરીદી માટે રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે અને આ રજિસ્ટ્રેશન પ્રક્રિયા 31 માર્ચ સુધી ચાલુ રહેશે.અત્યાર સુધીમાં ઘઉંની ખરીદી માટે મોરબી તાલુકાના 180 જેટલા ખેડૂતો નોંધાયા છે.