મુંબઈના મૌલાના સલમાન અશરફ મીરાની પણ ખાસ ઉપસ્થિત રહેશે મોરબી : શહેરના લાતી પ્લોટ 8, હુસેની ચોક ખાતે તારીખ 15 માર્ચને રવિવારે રાત્રે 10 કલાકે સૈયદ જામી અશરફ ( અશરફીયુલ જીલાની મીરાની : કિછોછા શરીફ)ની તકરીરનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. જેમાં (સનાખ્વાબે રસુલ) આવાજે ખુશ ઇલ્હાન, બુલબુલે શાહે મીરાન, હાફિઝ વ કારી, મૌલાના સલમાન અશરફી મીરાની, મુંબઈ તથા (સનાખ્વાને રસુલ) બુલબુલે બાગે મદીના, જનાબ શબ્બીર ચિશ્તી, મોરબી ખાસ ઉપસ્થિત રહેશે. જોન્સનગર, લાતીપ્લોટ 8, હુસેની ચોક ખાતે આયોજિત તકરીરમાં ઉપસ્થિત રહેવા અયોજકોની એક યાદીમાં જણાવાયું છે. ઉક્ત તકરીરના સમગ્ર કાર્યક્રમનું પ્રસારણ યુ ટ્યુબ ચેનલ મીરાંની ગ્રુપ ઓફિશિયલ પર પણ કરવામાં આવનાર છે.