હળવદ : હળવદ તાલુકાના માનગઢ ગામમાં મોબાઈલમાં ગેઇમ રમવા જેવી નજીવી બાબતે ઝગડો થયા બાદ વાહનમાં તોડફોડ કરવામાં આવતા હળવદ તાલુકા પોલીસે બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલે તા. 12ના રોજ માનગઢ ગામમાં બેબીબેન રણજીતભાઈ આડેસરા (ઉ.વ. ૪૫)નો દિકરો કિશન શેરીમા મોબાઇલમા ગેમ રમતો હતો ત્યારે શેરીમા બેસવા બાબતે લાભુભાઇ ત્રિભોવનભાઇ એ કિશનને ગાળો આપી હતી. બાદમાં આરોપીઓ લાભુભાઇ અને કુકાભાઇ લખમણભાઇએ બેબીબેનના ઘર પાસે ધોકો,પાઇપ લઇ આવી શેરીમા પડેલ ફરીયાદીના મોટર સાયકલને નુકશાન કર્યું હતું. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હળવદ તાલુકા પોલીસે બેબીબેનની ફરિયાદ નોંધી બનાવની વધુ તપાસ હાથ ધરી છે.