મોરબી : મોરબીથી બે દિવસ અગાઉ ઘેરથી ગુમ થયેલા પ્રૌઢ પરણીતા સાળંગપુર સ્થિત હનુમાન મંદિરેથી મળી આવતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે. મોરબી રહેતા 55 વર્ષીય પ્રૌઢ પરણીતા ગીતાબેન પ્રાણજીવનભાઈ ફુલતરિયા બે દિવસ અગાઉ અચાનક કોઈને કશું કહ્યા વગર ઘેરથી જતા રહેતા પરિજનોએ તેઓની શોધખોળ આદરી હતી. શોધખોળ દરમ્યાન ગીતાબેન સાળંગપુર સ્થિત મંદિરેથી મળી આવતા ફુલતરિયા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. પરિવાર પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર તેઓને સાળંગપુરની માનતા હોવાથી તેઓ અચાનક જ માનતા પુરી કરવા જતાં રહ્યા હતા. ત્યારે ગઈ કાલે બપોરના સમયે તેઓ સાળંગપુરથી મળી આવ્યા હતા.