ટંકારા : હરબટિયાળી ગ્રામ પંચાયત દ્વારા પવનચક્કીના નડતરરૂપ વીજપોલ હટાવવા મામલતદારને રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆત અનુસાર ટંકારા તાલુકાના હરબટિયાળી ગામમાં પવનચક્કીના વીજપોલ હરબટિયાળીથી વિરવાવ જતા જૂના રસ્તાની બાજુમાં નાખવામાં આવેલ છે. જેના કારણે તે રસ્તા પર પસાર થતા ખેડૂતોના ટ્રેક્ટર સાથે ખેત ઓજાર લઇ પસાર થવું મુશ્કેલ બને છે. તેમજ ખેત ઓજાર વીજપોલ સાથે અડકે તો સૉર્ટ-સર્કિટ થવાનો સંપૂર્ણ ભય રહેલો છે. વીજપોલ નાખનાર કંપનીને હરબટિયાળી ગ્રામ પંચાયત દ્વારા પરવાનગી આપવામાં આવેલ નથી. આથી, વીજપોલ તાત્કાલિક હટાવવામાં નહિ આવે તો આગામી સમયમાં હરબટિયાળી ગામના તમામ ખેડૂતો મામલતદાર કચેરી એ ધરણાં કરવાની ચીમકી આપી હતી.