વાંકાનેર : તાલુકાના ઢૂંવા વાંકાનેર રોડ પર અમરધામ નજીકથી 5 બોટલ ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એકને ઝડપી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ઢૂંવા વાંકાનેર રોડ પર અમરધામ નજીક રેઇડ કરીને વાંકાનેર તાલુકા પોલીસે વાંકાનેર તાલુકાના રૂપાવટી ગામે રહેતા 55 વર્ષીય પ્રૌઢ દેવરાજભાઈ રાજાભાઈ બાવળિયાને ભારતીય બનાવટની વિદેશી દારૂની સ્પેશિયલ ડિલક્ષ વ્હીસ્કી બ્રાન્ડની 5 બોટલ દારૂ કિંમત રૂ. 1500 સાથે ઝડપી પાડ્યો છે. કેસની વધુ તપાસ તા.પો.મથકના પો.હેડ.કોન્સ. મનીષકુમાર લલિતભાઈ ચલાવી રહ્યા છે.