મોરબી : મોરબીમાં પરિણીતાને તેના પતિ સહિતના સાસરિયાઓએ શારીરિક માનસિક ત્રાસ આપ્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે. મહિલા પોલીસે આ બનાવની ફરિયાદના આધારે પતિ સહિતના સાસરિયાઓ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની મોરબીના મહિલા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હાલ માવતરે મોરબી, અવની ચોકડી, શ્યામ પાર્ક, ફ્લેટ નં.૨૦૧, કેનાલ રોડ ખાતે રહેતી કાજલબેન કૃણાલભાઈ માલવીયા (ઉ.વ.-૩૯) નામની પરિણીતાએ તેના પતિ ક્રુણાલભાઇ જગદીશભાઇ માલવીયા, જેઠ-પારસભાઇ જગદીશભાઇ માલવીયા, સસરા- જગદીશભાઇ કાનજીભાઇ માલવીયા, સાસુ-લાભુબેન જગદીશભાઇ માલવીયા, જેઠાણી-શીતલબેન પારસભાઇ માલવીયા (રહે બધા-૪૩,૪૪,અમીધારા સોસાયટી, બોપલ ગ્રામ પંચાયત પાસે, બોપલ તા.દસક્રોઇ જી અમદાવાદ) વાળાઓ સામે ફરિયાદ નોંધાવી હતી કે તા. ૯/૭/૨૦૧૧ પછી ફરીયાદી બેનના પતિ અને જેઠએ માર મારી તથા સાસુ-સસરા તથા જેઠ-જેઠાણીએ ફરીયાદી બેનને અવાર-નવાર ઘરના કામકાજ બાબતે તેમજ નાની-નાની બાબતે મેણા-ટોણા મારી ફરીયાદોના પતિને ચડામણી કરતા હોય તેમજ આરોપીઓએ ફરીયાદી બેનને શારીરિક તથા માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે મહિલા પોલીસે તપાસ હાથ ધરી છે.