ખજૂર-ધાણી વહેંચી ગરીબ બાળકોની ઝીંદગીમાં ખુશીઓના રંગ પૂર્યા મોરબી : મોરબીની બે યુવતીઓએ હોળી નિમિત્તે પછાત વિસ્તારોમાં જઈ ગરીબ બાળકોને ખજૂર-ધાણીનું વિતરણ કરી ખરા અર્થમાં રંગોના તહેવારની ઉજવણી સાર્થક કરી હતી. ધક્કાવાડીથી આગળ કામધેનુ પાસે આવતી પુલ નીચેની ઝૂંપડપટ્ટીમાં રહેતા શ્રમિક વર્ગના ગરીબ બાળકોને મોરબીની બે યુવતીઓ જ્યોતિ જાદવ અને મીરલ મહેતાએ ખજૂર અને ધાણી વિતરિત કરી હતી. નિજાનંદ અને આત્મસંતોષ માટે હોળી નિમિત્તે કરેલા આ ખજૂર-ધાણી વિતરણથી બાળકો ખુશ ખુશાલ થઈ ગયા હતા. બાળકોના ચહેરા પર ઉઠેલા ખુશીઓના વિવિધ રંગો જોઈ યુવતીઓને પણ તહેવારની ઉજવણી સાર્થક થઈ હોવાનો આત્મસંતોષ થયો હતો.