મોરબી : વિરાટ વિશ્વકર્મા એકતા સમિતિ દ્વારા અમદાવાદથી મજેવડી જતી વિશ્વકર્મા રથ યાત્રા મોરબી મુકામે આવી પહોચી હતી ત્યારે મોરબી લુહાર/સુથાર જ્ઞાતિ દ્વારા દાદાના રથનું ભવ્ય સ્વાગત અને સામૈયું કરવામા આવ્યુ હતુ અને મોરબીનાં શહેર, તાલુકા તથા ગામડામાં વસતા લુહાર/સુથાર જ્ઞાતિના ભાઈઓ, બહેનો, વડીલો રથયાત્રામાં જોડાયા હતા. આ યાત્રા મોરબી શહેર મધ્યેથી પસાર થઈ હતી. જે શહેરના મુખ્ય માર્ગો જેવા કે મહેન્દ્રાનગર પાસેના ઓવરબ્રિજ સર્કિટહાઉસથી શરૂ થઈ, જે ગેંડા સર્કલ (મહારાણા પ્રતાપ ચોક) - નહેરુ ગેટ ચોક - ગાંઘીચોક - કાનાભાઈ દાબેલી ચોક - રામચોક - શનાળા રોડથી સરદારબાગ સામે પેટ્રોલપંપવાળી શેરીમાં લુહાર જ્ઞાતિ બોર્ડિંગ એન્ડ ભોજન શાળાએ પૂરી થઈ હતી. ગત તા. ૦૯/૦૩/૨૦૨૦ ને સોમવાર સવારે 11:30 વાગ્યે રથયાત્રા સર્કિટ હાઉસ પોહચી ત્યારે આ રથના સામૈયા કરવા માટે સમસ્ત લુહાર/સુથાર સમાજની દિકરીઓએ સામૈયા કરી રથને વધાવ્યો હતો અને ત્યારબાદ સમાજના લોકો કાર (ફોર વ્હીલ), બાઈક (ટુ વ્હીલ) લઈને આવી યાત્રામાં જોડાઈ વિશાળ રથયાત્રા કાઢી હતી. આ રથયાત્રાનું લુહાર જ્ઞાતી બોર્ડિંગ એન્ડ ભોજનશાળા - મોરબી, વિશ્વકર્મા શિક્ષણ-ઉત્સવ સમીતી - મોરબી, લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના - મોરબી તાલુકા/સીટી ટીમ, સોરઠીયા લુહાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ - મોરબી, વિશ્વકર્મા ફાઉન્ડેશન ટ્રસ્ટ - મોરબી, વિશ્વકર્મા મહિલા પ્રગતી મંડળ - મોરબી તથા ગજ્જર સુથારજ્ઞાતિ મંડળ - મોરબી દ્વારા ફુલહાર સાથે આ રથયાત્રાનુ પુજન કરાયુ હતુ. જયારે લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના દ્વારા નહેરૂ ગેઈટ ચોક ખાતે આ યાત્રાના રથનું ફુલહારથી સ્વાગત કરાયુ હતુ. યાત્રા દરમીયાન સોરઠિયા લુહાર જ્ઞાતી હિતેચ્છુ મંડળ દ્વારા આખા રૂટ પર ઠંડા સરબતની વ્યવસ્થા જળવાય હતી. જયારે લુહાર જ્ઞાતી બોર્ડિંગ એન્ડ ભોજનશાળા મોરબી દ્વારા તમામ યાત્રીગણો અને મંડળના સભ્યોને યાત્રા વિરામ બાદ જમાડવામાં આવ્યા હતા.