મોરબી : મોરબીના મહેન્દ્રનગર ખાતે આવેલા રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીમાંના શિષ્યા રત્નેશ્વરી દેવીના વ્યાસપીઠ સ્થાનેથી સુરેન્દ્રનગરમાં ભવ્ય દેવી ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાનો પ્રારંભ ગત તા. 7 થી થઇ ચુક્યો છે. તેમજ આ કથાનો લાભ આગામી તા. 15 સુધી ભાવિકો લઇ શકશે. આ કથાનો સમય રાત્રે 8 થી 11 કલાકનો છે. જેનું લાઈવ પ્રસારણ કર્તવ્ય ચેનલ, ફેસબૂક તથા યુ-ટ્યુબ પર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ કથાનું આયોજન હિન્દૂ-મુસ્લિમ સમૂહ લગ્નોત્સવના લાભાર્થે કરવામાં આવ્યું છે. જેમાં કુલ 51 યુગલો લગ્નગ્રંથીથી જોડાશે.