રાષ્ટ્રિય શૈક્ષીક મહાસંઘની બેઠકમાં લેવાયો નિર્ણય મોરબી : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા પ્રેરિત રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ - મોરબી દ્વારા ગત તારીખ 09/03/2020 ના રોજ પાટીદાર ધામ-મોરબી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લાના તમામ તાલુકાના જવાબદાર કાર્યકર્તાઓએ હાજરી આપી હતી. આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમનું સમગ્ર સંચાલન મહાસંઘ-મોરબીના અધ્યક્ષ હિતેશભાઈ ગોપાણી દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહાસંઘનો પરિચય આપવામાં આવ્યો હતો. આ બેઠકમાં આ વર્ષે સદસ્યતા અભિયાન ૧લી એપ્રિલથી શરૂ થઈ 30 એપ્રિલ સુધી ચાલુ રહેશે, તેમ નક્કી કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમા વધુમાં વધુ સદસ્યો આ મહાસંઘમાં જોડાઈ અને સદસ્યતા અભિયાનને સઘન બનાવવાની ચર્ચા પણ કરવામાં આવી હતી. વધુમાં, શિક્ષકોના વિવિધ પ્રશ્નો જેવા કે 4200 ગ્રેડ પે, SPL, કપાત બાબત તથા CCC પરીક્ષાને લગતા મુદ્દાઓની ચર્ચા કરવામા આવી હતી. તેમજ શિક્ષકોની સમસ્યાઓ અંગે આગામી તા. 21 માર્ચના રોજ ગાંધીનગર એક દિવસનો ધરણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. જો પ્રશ્નોનો આ તારીખ પહેલા ઉકેલ આવી જશે તો ધરણા કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવશે, તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમા જિલ્લા સંઘના હિતેશભાઈ ગોપાણી, કિરણભાઈ કચારોલા, પ્રદીપભાઈ કુવાડિયા, હરદેવભાઈ કનાગડ, કિરીટભાઈ દેકાવાડિયા, પ્રાણજીવનભાઈ વિડજા, હિતેશભાઈ પાંચોટીયા, સુનિલભાઈ કૈલા તથા સંઘના અન્ય જવાબદાર કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં વિપુલભાઈ અઘારા દ્વારા સંગઠનના સ્લોગનનો ટૂંકમાં પરિચય આપવામાં આવ્યો હતો. તેમજ આભાર વિધી હરદેવભાઈ કાનગડ દ્વારા કરવામાં આવી હતી. આ જિલ્લા પ્રચાર મંત્રી હિતેશભાઈ પાંચોટીયાની યાદીમાં જણાવવામાં આવે છે.