મોરબી : મોરબીના રવાપર રોડ પર ભવાની સોડા પાસે મોરબીની સૌથી મોટી હોળી પ્રગટાવવામાં આવી હતી. જેનો સેંકડો ભાવિકોએ લાભ લીધો હતો. પાછલા 45 વર્ષોથી ગણેશ હોળી પ્રગટાવવામાં આવે છે. જે સ્થાનીય સહિત સમગ્ર મોરબી શહેરના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. સમી સાંજે શાસ્ત્રોક્ત વિધિવિધાન અનુસાર હોળી પ્રગટાવવામાં આવી હતી. માતા અને બહેનોએ ધાણી, પતાસા, કપૂર, ખજૂર, દાળિયા તેમજ એલચી સહિતની ચીજ-વસ્તુઓની આહુતિ આપી હોલિકામાતાની ચોમેર પ્રદક્ષિણા ફરી જળ અર્પણ કર્યું હતું. મોરબીની સૌથી મોટી હોળીનો પ્રકાશપુંજ દૂર સુધી જોઈ શકાતો હતો.