મોરબી : મોરબીના મણીમંદી પાસે આવેલ પુલ ઉપરથી એક વૃદ્ધે ઝંપલાવી આપઘાત કરી લેતા પોલીસે બનાવની નોંધ કરી વિસ્તૃત તપાસ હાથ ધરી છે. મોરબીના રવાપર રોડ પર એવન્યુ પાર્ક સોસાયટીમાં રહેતા 75 વર્ષીય લાલજીભાઈ નરભેરામભાઈ ચંદારણાએ મહેન્દ્ર ડ્રાઈવ રોડ, ગોલાબજાર પાસેથી પસાર થતી નદીના પટમાં ગ્રીલ ટપીને નીચે ઝંપલાવતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં મોરબી એ.ડીવી.પોલીસે ઘટના સ્થળે જઈ મૃતક વૃદ્ધની તલાશી લેતા એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં લખ્યા મુજબ મૃતકના પત્નિનું અવસાન થયું છે. ચાર દીકરાઓ પૈકી એક આફ્રિકા એક સુરત અને બે મોરબી ખાતે રહે છે. જ્યારે ત્રણ દીકરીઓ સાસરે છે. બે મકાન અને એક દુકાન ધરાવતા મૃતક એકલતાથી કંટાળી જઈ આત્મહત્યા કરે છે એવું સ્યુસાઇડ નોટમાં લખીને વૃદ્ધે નદીના પટમાં મોતની છલાંગ લગાવી દીધી હતી. પોલીસે મૃતકેની લખેલી સ્યુસાઇડ નોટ કબ્જે લઈ લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી બનાવની વધુ તપાસ હાથ ધરી છે.