7માં પગાર પંચ મામલે તા. 9 થી 13 માર્ચ સુધી પ્રોફેસરો કાળા કપડાં પહેરી અભ્યાસ કરાવીને સૂત્રોચ્ચાર સાથે અનોખું વિરોધ પ્રદર્શન કરશે મોરબી : મોરબીમાં ડીગ્રી ઇજનેરી કોલેજના આધ્યપકોએ 7 પગાર પંચ મામલે તબ્બકાવાર આંદોલનના મંડાણ કર્યા છે. જેમાં મોરબીની એલ.ઇ.કોલેજના ડીગ્રી ઇજનેરી કોલેજના આધ્યપકોએ ગત તા. 9ના રોજ કાળી પટ્ટી અને કાળા કપડાં પહેરીને અનોખુ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જો કે આ પ્રોફેસરો 7માં પગાર પંચ મામલે તા. 9 થી 13 માર્ચ સુધી પ્રોફેસરો કાળા કપડાં પહેરી અભ્યાસ કરાવીને સૂત્રોચ્ચાર સાથે અનોખું વિરોધ પ્રદર્શન કરશે. સરકાર દ્વારા ટેકનીકલ શિક્ષણમાં હજુ સુધી 7માં પગાર પંચનો લાભ ન આપતા ડિપ્લોમા ઇજનેરી એટલે કે સરકારી પોલીટેક્નિકલના આધ્યપકોએ આંદોલન મંડાણ કર્યા હતા. આ અગાઉ ગુજરાત સરકારી ડીગ્રી ઇજનેરી કોલેજના અધ્યાપક મંડળે રજુઆત કરી હતી કે કેન્દ્ર સરકારે સાતમા પગાર પંચના લાભો જાહેર કર્યા બાદ રાજ્યના મોટાભાગના સરકારી કર્મચારીઓ અને સ્કૂલો તેમજ વોકેશનલ કોલેજો-યુનિમાં અધ્યાપકો અને કર્મચારીઓને આ લાભ પ્રાપ્ત થયો છે. પરંતુ ગુજરાત સરકારે હજુ સુધી ડીગ્રી ઇજનેરી કોલેજના અધ્યાપકોને સાતમા પગાર પંચનો લાભ આપ્યો નથી. આ ઉપરાંત, 2016 થી યુજીસીના નિયમ મુજબ કેરોયર એડવાસન્સમેન્ટનો લાભ પણ આપ્યો નથી. આથી, આ ડીગ્રી ઇજનેરી કોલેજના અધ્યાપકો અગાઉ ઘડેલી રણનીતિ મુજબ આજથી આંદોલન ઉપર ઉતર્યા છે. આ મોરબી યુનિટના પ્રેસિડેન્ટ આર.એસ. ડામોર અને સેક્રેટરી લોરીયા સાહેબના નેજા હેઠળ ગત તા. 9 માર્ચના રોજ મોરબી એલ.ઇ.કોલેજના ઇજનેરી અધ્યાપકોએ કાળા કપડાં પહેરીને ઉગ્ર દેખાવો કર્યા હતા. આ પ્રોફેસરો દરરોજ કાળા કપડાં પહેરીને શિક્ષણ કાર્ય કરાવી રહ્યા હતા અને શિક્ષણ કાર્ય પત્યા પછી પ્રોફેસરો પોતાના હક્ક મુદ્દે કાળા કપડાં પહેરીને સૂત્રોચ્ચાર સાથે દેખાવ કરે છે. આ રીતે ગત તા. 9 માર્ચથી 13 માર્ચ સુધી મોરબી એલઇ કોલેજના પ્રોફેસરો દ્વારા 7 માં પગાર પંચ મુદ્દે આ અનોખું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે.