મોરબી : મોરબીના લીલાપર રોડ પર આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનામાં રહેતા હિન્દુ-મુસ્લિમ લોકોએ સાથે મળી હોળી-ધુળેટીની રંગેચંગે ઉજવણી કરી હતી. ગત તા. 9ના રોજ હિન્દુ-મુસ્લિમ એકતા સમિતિ દ્વારા હોલિકા દહન કરવામાં આવ્યું હતું. રહીશોએ હોળીનું પૂજન કરી હોળીનો તહેવાર મનાવ્યો હતો. તેમજ હિન્દૂ અને મુસ્લિમ રહીશો દ્વારા એકબીજાને રંગો લગાવી કોમી એકતા દાખવીને ધુળેટીની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.