મોરબી : ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગર દ્વારા જણાવવામાં આવે છે કે હાલમાં પ્રવર્તમાન કોરોના વાયરસ અનુસંધાનમાં સંભવિત ઈન્ફેક્શનના આગમચેતી તરીકે તમામ હોટલમાં આવતાં પ્રવાસીઓ તેમજ હોટલ કર્મચારીઓના થર્મલ સ્ક્રીનીંગ માટેની વ્યવસ્થા કરવી ફરજીયાત છે. આ ઉપરાંત હોટલમાં સેનીટેશન માટે યોગ્ય ગુણવત્તાયુક્ત સેનીટાઈઝર માસ્ક વિગેરે ઉપલબ્ધ રાખવા. કોઈપણ પ્રવાસીની કે હોટલ કર્મચારીના શરીરનું તાપમાન ૯૯ ફેરનહીટ અથવા તેથી વધુ હોય તો તાત્કાલીક સ્થાનીક આરોગ્ય તંત્રને જાણ કરવી અને આગમચેતીના પગલાં લેવા. આ બાબતે જાણકારી માટે નીચેના નંબર ઉપર ફોન કરી શકો છો.CORONA (COVID 19 ) HELPLINE: INDIA :011-23978046. કમિશ્નર ઓફ ફુડ સેફ્ટી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાત રાજ્ય, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.