મોરબી : મોરબી તાલુકાના કેરળા હરિપર ગામે યુવતીનું દાઝી જવાથી મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી તાલુકાના કેરળા હરિપર ગામે રહેતી કાજલબેન દલસુખભાઈ સોલંકીનું તેના ઘરે ગઈકાલે દાઝી જવાથી મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે તાલુકા પોલીસે જણાવ્યું હતું કે યુવતીનું પ્રાઈમસ સળગાતી વખતે દાઝી જવાથી મોત થયાનું હાલ હોસ્પિટલમાંથી યાદી આવી છે અને હોસ્પિટલમાં યુવતી મૃત હાલતમાં આવી હતી. ત્યારે આ બનાવ અકસ્માતનો છે કે આપઘાતનો તે આગળની તપાસમાં ખુલશે તેવું પોલીસે જણાવ્યું હતું.