પરીક્ષા ખંડમાં દિવ્યાંગો માટે ખાસ વ્યવસ્થા મોરબી : એવું કહેવાય છે કે કોઈપણ વ્યક્તિ ગમે તેટલો શરીરિક-માનસિક રીતે દુર્બળ હોય પણ સામાન્ય વ્યક્તિની જેમ એની પણ કોઈપણ ક્ષેત્રેમાં સફળતા મેળવવાની દ્રઢ મનોબળથી અદમ્ય ઈચ્છા હોય તો તેમને કોઈ અવરોધ નડતા નથી. આ વાતને મોરબીના ધો. 10, 12ના 80 જેટલા છાત્રો ખરા અર્થમાં યથાર્થ ઠેરવી રહ્યા છે. આ દિવ્યાંગોનો દ્રઢ મનોબળ એટલો છે કે તેમની શારીરિક માનસિક દુર્બળતા બોર્ડની પરીક્ષામાં બાધારૂપ બનતી નથી. સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં હાલ ધો.10 ,12 ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. જેમાં સામાન્ય વિદ્યાર્થીઓની જેમ શારીરિક માનસિક રીતે દુર્બળ વિદ્યાર્થીઓ પણ ભારે અથાક પરિશ્રમ કરીને પોતાની શક્તિઓની મર્યાદાઓ અવગણીને પણ ભારે આત્મવિશ્વાસપૂર્વક બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. ધો. 10માં વાત કરીએ તો મોરબીમાં 16, વાંકાનેરમાં 5, ટંકારામાં 3, હળવદમાં 16, ચંદ્રપુરમાં 1, ચરાડવામાં 3, પીપળીયામાં 5 થઈને કુલ 49 અને ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં 3 દિવ્યાંગ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જેમાંથી સામાન્ય પ્રવાહના 28 જેટલા દિવ્યાંગ વિધાર્થીઓને પરીક્ષા આપી રહ્યા છે. ધો. 10માં શારીરિક માનસિક રીતે વિકલાંગ તેજસ ભરતભાઇ દેસાઈ, હર્ષ ભરતભાઇ સોની, હર્ષ અશોકભાઈ દેવનાણી, રાજવી અતુલભાઈ જાદવાણી, નિવૃત આંર્મીમેનનો પુત્ર પરમાર મુકેશ કુલદીપભાઈ હોશે-હોશે બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે.તેમની શારીરિક માનસિક અક્ષમતા શાળા જીવન અને રોજિંદા જીવનમાં તફલિકો પડતી હોવા છતાં આ બાબતોને વિસરી જઈને પણ જાતે જ મહેનત કરીને આત્મવિશ્વાસપૂર્વક પરીક્ષા આપી રહ્યા છે.